Back
Home » ટોપ
Alert: આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
Oneindia | 23rd Oct, 2019 10:35 AM
 • સ્કાઈમેટે આપી ચેતવણી

  સ્કાઈમેટે તમિલનાડુમાં આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદની સંભાવનાને જોતા રેડ એલર્ટ જારી કર્યુ છે. ભારે વરસાદના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે.


 • ઉત્તર-પૂર્વી મૉનસુને કર્યા લોકોને હેરાન

  સ્કાઈમેટના જણાવ્યા અનુસાર ઉત્તર-પૂર્વી મૉનસુન તમિલનાડુ પર સતત સક્રિય બનેલુ છે અને આના કારણે ગયા 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો અને આવનારા 24 કલાકમાં પણ ભારે વરસાદ થવાનુ અનુમાન છે.

  આ પણ વાંચોઃ આ વખતે દિવાળીમાં બોમ્બ નહિ ફોડી શકો, માત્ર આ બે ફટાકડા ફોડવાની અનુમતિ


 • કરાઈકલ, સલેમ, ટૉડી, આદિરામપટ્ટિનમ અને મદુરાઈમાં ભારે વરસાદ

  કરાઈકલ, સલેમ, ટૉડી, આદિરામપટ્ટિનમ અને મદુરાઈ જેવી જગ્યાઓએ વરસાદ ચાલુ છે. ચેન્નઈમાં પણ મધ્યમથી ભારે વરસાદ થવાના અણસાર છે. વળી, કેરળમાં 23 ઓક્ટોબરે પૂર સ્થિતિ બની શકે છે. પ્રભાવિત વિસ્તારોમાં મદદ પહોંચાડવા માટે એનડીઆરએફ અને અન્ય એજન્સીઓની મદદ લેવામાં આવી રહી છે.
હાલમાં કર્ણાટકમાં ભારે વરસાદથી લોકો ત્રસ્ત છે, સતત વરસી રહેલા વરસાદના કારણે ઘણી નદીઓ અને નાળા છલકાઈ રહ્યા છે. રાજ્યના ઘણા પ્રભાવિત જિલ્લાઓમાં પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘરો અને શાળાઓ તેમજ બેંકો સહિત સરકારી બિલ્ડીંગોમાં ઘૂસી ગયુ છે. આ સ્થિતિ તમિલનાડુ અને કેરળની પણ છે.