Back
Home » ટોપ
'મેડ ઈન ચાઈના' ફિલ્મ રિવ્યુ
Oneindia | 23rd Oct, 2019 01:00 PM
 • ફિલ્મની કહાની

  ફિલ્મમાં ભારતમાં આવેલા એક ચીની ઑફિસરનું મોત થઈ જાય છે, અને શંકાને સોય રઘુવીર મહેતા (રાજકુમાર રાવ) પર જાય છે. આરોપ મૂકાય છે કે ઑફિસરનું મોત રઘુની કંપનીની સેક્સ પાવર વધારવાની દવા લેવાને કારણે થયું, કારણ કે આ દવા વાઘના લિંગમાંથી બનાવવામાં આવી હતી. જે બાદ ફિલ્મની કહાણી ફ્લેશબૅકમાં ચાલે છે, જ્યાં રઘુ પોતાની કાહણી સંભળાવે છે. એક મોટા અને સફળ બિઝનેસમેનની ચાહ માટે રઘુ ઘણા નવા બિઝનેસ આઇડિયા પર કામ કરે છે, જોકે તેને દર વખતે અસફળતા મળે છે. એવામાં રઘુને ચીન જવાની તક મળે છે. જ્યાં તેને ગુપ્ત રોગ સંબંધી દવા બનાવવાનો આઇડિયા મળે છે. આ જ યુક્તિ સાથે તે ભારત પાછો આવે છે, અને સેક્સોલૉજિસ ડૉક્ટર વર્ધી (બોમન ઈરાની) સાથે મળીને બિઝનેસની શરૂઆત કરે છે.

  જોકે ભારત જેવા દેશમાં જ્યાં સેક્સ શબ્દ પણ લોકો દબાયેલા સૂરમાં બોલે છે, ત્યાં ગુપ્ત રોગની દવા વેચવું રઘુ માટે કેવો સંઘર્ષ સાબિત થાય છે, અને તે તેમાંથી નીકળી શકે છે કે કેમ...આ જોવા માટે તમારે થિયેટરમાં જવું પડશે.


 • અભિનય

  રાજકુમાર રાવ અને બોમન ઈરાની પર ફિલ્મનો આધાર રહેલો છે. નબળી ફિલ્મ કહાણીને પણ બંને એ પોતાનું પર્ફોમન્સ આપ્યું છે. ગુજરાતી બિઝનેસમેન રઘુવીર મહેતાના રોલમાં રાજકુમાર ઘણાં સટીક લાગે છે. ગુજરાતી લહેકો, ચાલ-ઢાલથી લઈને તેમના દરેક ભાવ તેમણે પર્દા પર ઉતાર્યા છે. તો આ તરફ બોમન ઈરાનીનું કામ પણ જબરજસ્ત છે. સેક્સોલૉજિસ્ટ ડૉક્ટર વર્ધીના રોલમાં બોમન ફિલ્મનો મહત્વનો ભાગ છે અને તેમણે પોતાની ભૂમિકા ખૂબ ગંભીરતાથી નિભાવી છે. રાજકુમારની પત્ની રોલમાં મૌની રૉયને ખાસ તક નથી મળી. તો સહકલાકાર તરીકે સુમિત વ્યાસ, ગજરાજ રાવ, પરેશ રાવલ અને અમાયરા દસ્તૂરે પોતાની ભૂમિકાને ન્યાય કર્યો છે.


 • નિર્દેશન અને સ્ક્રિપ્ટ

  ગુજરાતી ફિલ્મ માટે નેશનલ અવૉર્ડ જીતી ચૂકેલા નિર્દેશક મિખિલ મુસાલે આ ગંભીર વિષયને મનોરંજન સાથે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તેમની પાસે એક દામદાર સ્ટારકાસ્ટ હતી, એક સારો વિષય હતો, છતાં ફિલ્મ પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહી છે. ફિલ્મના પહેલા ભાગમાં વાર્તા ઢીલી પડી જાય છે, જેથી વિષય કંટાળાજનક લાગે છે. બીજા ભાગમાં મજબૂત કન્ટેન્ટ હોવા છતાં ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં અસફળ રહે છે. નિર્દેશક, સ્ક્રિનપ્લે, ડાયલૉગ્સ બધા જ ભાગમાં ફિલ્મ નબળી લાગે છે. એડિટર તરીકે મનન અશ્વિન મહેતાની પણ કહાણીને મજબૂતાઈથી બાંધવામાં નિષ્ફળ રહ્યા છે. જેને કારણે ફિલ્મ ઘણી વિખેરાયેલી લાગે છે અને ક્લાઇમેક્સ બાદ પણ ઘણા સવાલના જવાબ અધુરા લાગે છે. સચિન-જિગરે આપેલું સંગીત સામાન્ય છે.


 • જોવી કે ન જોવી

  રાજકુમાર રાવના ફેન માટે આ ફિલ્મ છે, જોકે ફિલ્મમાં મનોરંજનની કમી છે. દિવાળી પર પરિવાર સાથે એક સારી ફિલ્મ જોવા માગતા હોવ તો મેડ ઇન ચાઇના ગૂડ ચોઇસ નહીં હોય. ફિલ્મી બીટ તરફથી ફિલ્મને 2.5 સ્ટાર
સેક્સ અને ગુપ્ત રોગ પર સમાજમાં ફેલાયેલી સૂગ જેવા મહત્વના વિષય પર પાછલા વર્ષોમાં ઘણી ફિલ્મો બની છે. શુભ મંગલ સાવધાન, ખાનદાની શફાખાના, જેવી ફિલ્મોમાં આ મુદ્દે ખુલીને ચર્ચા કરવામાં આવી. એવામાં આ વિષયને નવા અંદાજમાં દર્શકોની સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે નિર્દેશક મિખિલ મુસાલે. જ્યાકે આપણે શરદી, ઉધરસ, તાવ તેમજ અન્ય બિમારીઓ પર વાત કરીએ તો ઠીક, જોકે સેક્સ સંબંધી બીમારીઓ પર વાત કરવું શરમજનક કેમ માનવામાં આવે છે? કમિટિ સામે બેઠેલા ડૉક્ટર વર્ધી (બોમન ઈરાની) જ્યારે આ સંવાદ કરે છે, ત્યારે આ સંવાદ માત્ર ફિલ્મના પાત્રોને જ નહીં, પરંતુ દર્શકોની માનસિકતાને પણ દર્શાવે છે.

આપણા સમજામાં સેક્સ શબ્દ કે તેનાથી જોડાયેલી બીમારીઓને લઈને વાત કરવા મુદ્દે લોકો સંકોચ અનુભવે છે. આ જ સંકુચિત માનસિકતાને બદલવાનો પ્રયાસ કરાયો છે ફિલ્મ મેડ ઈન ચાઈના માં. દમદાર કલાકારો સાથે નિર્દેશક મિખિલ મુસાલે આ ફિલ્મને મજબૂત બનાવી શકતા હતા. જોકે નબળું નિર્દેશન અને નબળી સ્ક્રિપ્ટ ફિલ્મને સરેરાશ બનાવી દે છે.

આ પણ વાંચો: બ્રેકઅપ પછી સેક્સ લાઇફ વિશે ઇલિયાના ડિક્રુઝનો ખુલાસો