Back
Home » ટોપ
Birthday: મલાઈકા અરોરા 46 વર્ષની ઉંમરમાં પણ હોટ દેખાય છે
Oneindia | 23rd Oct, 2019 11:53 AM
 • અઠવાડિયામાં ત્રણ વાર જિમ

  મલાઈકા અરોરા અઠવાડિયામાં ત્રણ વાર જિમ કરે છે, જ્યાં તે પોતાની બોડીને ફિટ રાખવા માટે ઘણો પરસેવો રેડે છે.


 • ફીગરનું રાઝ યોગા

  મલાઈકા અરોરાના સેક્સી ફીગરનું રાઝ યોગા છે, યોગને કારણે તે પોતાના ફિગરને સેક્સી અને ગ્લેમરસ રાખી શકે છે.


 • હોટ ફોટો

  આપણે જણાવી દઈએ કે આ પહેલા પણ મલાઈકા અરોરા પોતાના હોટ ફોટો શેર કરી ચુકી છે. તે પોતાના ટોપલેસ ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહી હતી.


 • ઉફ્ફ ક્યાં અદા

  મલાઇકા અરોરા જેટલું જ સુંદર બોડી ધરાવે છે તેટલી જ કામણગારી અદાઓથી કાયલ કરવાની ક્ષમતા તેનામાં છે. તમે પણ તે વાત તો સ્વીકારતા જ હશો પણ જો માનવું મુશ્કેલ થતું હોય તો જરા આ તસવીર જોઇ લો. આ યેલા બિકનીમાં મલાઇકા અરોરાની કાતિલ અદાઓ તમારા દિલને કાયલ કરવામાં માટે પર્યાપ્ત છે. સાથે જ તેની ટોન બોડી, નમણી કમર અને લાંબા ટોન પગ કોઇને પણ તેના પર ફિદા કરી શકે છે.


 • બેબી બ્લુ

  46 વર્ષે કોઇ આટલું આકર્ષક, ગ્લેમરસ અને સેક્સી કેવી રીતે હોઇ શકે છે? ઉલ્ટાનું મલાઇકા અરોરાની ઉંમર 46 વર્ષ છે તેમ લખવું પણ આ ફોટો જોઇને લાગે છે કે જાણે આપણે ભૂલ કરતા હોય.


 • બ્લેક બ્યૂટી

  જો કે મલાઇકા અરોરા તેના આ ટૉન બોડી માટે જીમમાં પણ ભારે મહેનત કરે છે. વળી India's Next Top Model જેવા પ્રેસ્ટિઝિયસ શોને હોસ્ટ કરનાર મલાઇકાને પોતાના શરીરનું ધ્યાન તો રાખવું જરૂરી બને જ છે.


 • મનમોહક અને કામણગારી

  મલાઇકા અરોરાએ તેનું બોડી કસરત કરીને એટલું સુંદર બનાવ્યું છે કે જાણે તમામ કપડા તેની માટે જ બન્યા હોય તેમ લાગે છે. કોઇ પણ રંગ કપડા અને ગમે તેટલી સાદગીમાં પણ તે એટલી મનમોહક અને કામણગારી લાગતી હોય છે કે બસ તેને જ જોતા રહેવાનું મન થઇ જાય. અને કદાચ આ જ કારણ છે કે મલાઇકાના લાખો ચાહકો છે જે તેની એક ઝલક જોઇને જ તેના કાયલ થઇ જતા હોય છે.


 • પોઝ અને એક્સપ્રેશન્સ

  આ તસવીરોમાં મલાઇકાના એક્સપ્રેશન્સ અને પોઝ ખૂબ આકર્ષક છે. આ બાબતમાં મલાઇકાને કોઇ માત આપી શકે એમ નથી. બે બાળકોની માતા હોવા છતાં પણ તે આજે બોલિવૂડની ટોપ હોટેસ્ટ હિરોઇન્સમાંની એક છે.


 • ટ્રોલિંગનો શિકાર

  જો કે, દરેક એક્ટ્રેસની માફક જ મલાઇકા પણ સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર નેગેટિવ ટિપ્પણી અને ટ્રોલિંગનો શિકાર થઇ ચૂકી છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઇ ચૂક્યા છે.


 • મલાઈકા અરોરાએ કહ્યું કે ઉંમરથી કોઈ ફરક નથી પડતો

  અર્જુન કપૂર સાથે પોતાના સંબંધ પર મલાઈકા અરોરાએ કહ્યું કે ઉંમરથી તેને કોઈ ફરક નથી પડતો. હાલમાં માનવામાં આવી રહ્યું છે કે બંને આવતા વર્ષે લગ્ન કરી શકે છે.
46 વર્ષની ઉંમરે 22 વર્ષની મહિલાની જેમ પોતાને ફીટ રાખવાનું કામ ફક્ત મલાઇકા અરોરા જ કરી શકે છે. તેની તંદુરસ્તીએ મલાઇકાને વાસ્તવિક સ્ટારડમ આપ્યો છે, જે સતત ફિલ્મોથી દૂર રહે છે અને આઈટમ ગીતો દ્વારા મોટા પડદા અને ટીવી શોમાં જજ તરીકે હાજર રહે છે. બોલિવૂડની સૌથી ફીટ અભિનેત્રીઓમાં મલાઈકા પ્રથમ ક્રમે છે.

આ ફિટનેસ સુપરસ્ટારનો આજે જન્મદિવસ છે. મલાઇકા તેની કારકિર્દીની શરૂઆતથી જ અંગત જીવનને લઈને ચર્ચામાં છે. સૌ પ્રથમ, શાહરૂખ ખાનના ગીત છૈયાં છાયાએ તેને ડાન્સિંગ ક્વીન બનાવી. આ પછી અરબાઝ ખાન લગ્ન અને સલમાન ખાનની ફિલ્મ દબંગમાં મુન્ની બદનામ સૉન્ગને કારણે તે હંમેશા કેમેરાની નજરમાં રહેવા લાગી.

હાલમાં તે પોતાના કરતા 11 વર્ષ નાના અર્જુન કપૂર સાથે રિલેશનશિપમાં રહેવાના સમાચારને કારણે ખુબ જ ચર્ચામાં છે. અરબાઝ ખાન સાથે તલાક થયા પછી અર્જુન કપૂર સાથે તેનું નામ જોડાવવા પર તેની ઘણી આલોચના પણ થઇ પરંતુ તેને આ બધાની કોઈ જ ચિંતા કરી નહીં. આગળ જુઓ હાલમાં જ શેર કરવામાં આવેલી મલાઈકા અરોરાની ખુબ જ હોટ ફોટો...

આ પણ વાંચો: બ્રેકઅપ પછી સેક્સ લાઇફ વિશે ઇલિયાના ડિક્રુઝનો ખુલાસો