Back
Home » ટોપ
જામિયા મીલીયા યુનિવર્સિટીમાં ગુંડાગર્દી, વિદ્યાર્થીઓએ વહીવટી તંત્ર ઉપર લગાવ્યો આરોપ
Oneindia | 23rd Oct, 2019 11:21 AM

રાજધાનીની પ્રખ્યાત જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યે ભારે મારપીટ અને તોડફોડ કરવામાં આવી હતી, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટી તંત્રના લોકોએ તેમને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો, જ્યારે વહીવટી તંત્રનુ કહેવું છે કે 5 વિદ્યાર્થીઓને ગેર શિસ્ત નુ કારણ બતાવવા માટે નોટીસ આપવામાં આવી હતી, પરંતુ જવાબ આપવાને બદલે તેઓએ નોટિસની નકલો બાળી નાખી હતી અને શિસ્ત સમિતિનો બહિષ્કાર કર્યો હતો.

વિદ્યાર્થીઓએ ઉગ્ર રૂપ ધારણ કરી વહીવટી તંત્ર વિરૂદ્ધ નારા લગાવી રહ્યા હતા. મંગળવારે યુનિવર્સિટીના અંગ્રેજી વિભાગમાં સેમીનાર હતો, જ્યારે ત્યાં આવેલા લોકો પાછા જઇ રહ્યા હતા, ત્યારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ તેમનો રસ્તો રોક્યો હતો અને તેમની સામે વાસણો મૂક્યા હતો. આ વચ્ચે બીજા ગ્રુપના કેટલાક વિદ્યાર્થીઓ આવી ગયા હતા અને તેમની વચ્ચે મારપીટ થઇ હતી. વહીવટી તંત્રએ બળ પ્રયોગ કર્યો નથી.

વિદ્યાર્થીઓએ વહીવટી તંત્ર પર લગાવ્યો ગુંડાઓ પાસે મારપીટ કરાવવાનો આરોપ

પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનું કહેવું છેકે તેઓ 5 વિદ્યાર્થીઓને મળેલી કારણ બતાવો નોટીસનો શાંતિપૂર્ણ રૂપે વિરોધ કરી રહ્યા હતા ત્યારે વહીવટી તંત્રના માણસો આવ્યા અને બેલ્ટ અને વાસણોથી મારપીટ કરવા લાગ્યા હતા. વિદ્યાર્થીઓનું કહેવું છેકે વહીવટી તંત્રએ તેમના ગુંડાઓ પાસે મારપીટ કરાવી છે અને તે લોકોએ મહિલાઓ સાથે પણ ગેરવર્તણુંક કરી હતી. ઉલ્લેખનિય છેકે વિદ્યાર્થીઓના એક જુથે 5 ઓક્ટોમ્બરના રોજ યોજાયેલ એક ગ્લોબલ કોન્ફ્રન્સમાંઇઝરાયલના પ્રતિનિધિના ભાગ લેવા પર વિરોધ કર્યો હતો, જે બાદ વિદ્યાર્થીઓ સામે કારણ બતાવો નોટીસ મોકલવામા આવી હતી.

ગઇ કાલે સાંજે આ મામલાએ ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું

જે બાદ આ મામલે વિદ્યાર્થી ગ્રુપ, વિદ્યાર્થી સંઘ નેતા અને ટીચર એસોસિયેશન વચ્ચે મીટિંગ પણ થઇ હતી. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ કુલપતિનેો ઘેરાવ પણ કર્યો હતો. આ મામલાએ કાલે સાંજે ઉગ્ર રૂપ ધારણ કરી લીધું હતુ અને વિદ્યાર્થીઓ હિંસા ઉપર ઉતરી આવ્યા હતા. હાલમાં આ મામલાની તપાસ થઇ રહી છે.

આ પણ વાંચો: આ વખતે દિવાળીમાં બોમ્બ નહિ ફોડી શકો, માત્ર આ બે ફટાકડા ફોડવાની અનુમતિ